કોરોનાનું સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજીનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ, ગબ્બર મંદિર ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિર પણ બંધ

બનાસકાંઠા
બનાસકાંઠા 169

સમગ્ર રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતનું પ્રસિધ્ધ 51 શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 30 એપ્રિલ સુધી બંધ કરાયું છે.

ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ અંબાના દર્શન કરવા આવતા હોય છે અને ઘટ સ્થાપન વિધિ માં ભાગ લેતા હોય છે.પરંતુ ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી મંદિર,ગબ્બર મંદિર,ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો,અંબિકા ભોજનાલય, અંબિકા વિશ્રામ ગૃહ ,અને જગદજનની પથિકાશ્રમ ( હોલી ડે હોલ ) બંધ કરવાનો નિર્ણય કરાયો છે જોકે ભક્તો માં અંબાના દર્શન ઓનલાઈન ઘરે બેઠા કરી શકસે, ફેસબુક પેજ અને અંબાજી મંદિરની વેબસાઈડ પર સરળતાથી ચેત્રી નવરાત્રી દરમિયાન ભાવિ ભક્તો ઘરે બેઠા માં અંબાના દર્શન કરી શકશે

ચૈત્રી નવરાત્રી દરમ્યાન અંબાજી મંદિર દર્શન માટે કોરોનાને લઈ બંધ કરવામાં આવ્યું છે પરંતુ આજે ચૈત્રી નવરાત્રી પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ઘટસ્થાપના વિધિ થઇ હતી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને બ્રાહ્મણ શાસ્ત્રોકત વિધિથી ઘટ સ્થપના વિધિ પૂર્ણ કરાઈ હતી જોકે આ નવ દિવસોમાં માતાજીની અલગ-અલગ સવારી હોય છે અને પૂજાઅર્ચના પણ થતી હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.