જુનાડીસા નજીક બાઇકને ટક્કર મારી પિકઅપ ડાલા ચાલક ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો બનવા લાગ્યા છે ત્યારે ગઈકાલે શનિવારે ડીસા તાલુકાના વાસણા ગામનો યુવક મુકેશ વકતાજી ઠાકોર પોતાનું પલ્સર બાઇક લઈને કામ અર્થે ડીસા જઈ રહ્યો હતો તે દરમ્યાન જુનાડીસા નજીક આવેલ સત્તરા શહીદની દરગાહના વળાંકમાં સામેથી બેફામ ઝડપે આવતા પિક અપ ડાલાનો ચાલક બાઇકને ટક્કર મારી નાસી છુટયો હતો. જેથી તે બાઇક ઉપરથી પટકાતા ગંભીર હદે ઘવાયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરી તાબડતોબ તેને સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.