ડીસામાં સ્કૂલ વાન ચાલકોનું નાયબ કલેકટરને આવેદનપત્ર : પોલીસની ખોટી હેરાનગતિ બંધ કરવા રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલવાન સંચાલકો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દાને લઇ એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં હવે નાના બાળકોને સ્કૂલોએ લઈ જતી સ્કૂલવાન અને સ્કૂલ રીક્ષામાં પણ સીએનજી કીટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો અગત્યનો બન્યો છે. જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમીટ કયા પ્રકારની છે? તેમની પાસે આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી ,વીમો, પીયુસી, લાઇસન્સ સહિતના કાગળો છે કે નહીં ? તેની બારીકાઈથી ચકાસણી કરી રહી છે.

જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટ ન હોઇ ખાનગી પરમિટની હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ડીસાના સરદાર બાગમાં સ્કૂલવાન એસોસિએશન દ્વારા બેઠક યોજી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,  તમામ લોકોની રોજી રોટીનો આધાર સ્કૂલવાન છે. તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી. તેમ જ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે. જેથી પોલીસ દ્વારા થોડી મહેતલ આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.