મેડિકલ કોલેજની ફીમાં અસહ્ય વધારા મામાલે ડીસામાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ: ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફિમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. મેડીકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારાનો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

ત્યારે આજે ડીસામાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ડો.રમેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે કે સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે.

તો આ બાબતે આપની કક્ષાએથી ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતાવહ છે. ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે, તેમજ તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલો આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેચાય તે માંગણી કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઈન્ડિયા ગઠબંધનના ડો. રમેશભાઈ પટેલ સહિત જગદીશભાઈ મોદી દ્વારા ગુજરાત સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.