ડીસામાં ભગવદ ગીતાના મૂલ્યોને પાઠ્ય પુસ્તકમાં સમાવેશનો વિરોધ કરનારા સામે આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

હિન્દૂ સંગઠનોના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો જોડાયા: રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્ય પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોનો સમાવેશ કરાતા હિન્દુ ધર્મ વિરોધી કટ્ટર તત્વો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેની સામે ડીસામાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ સંસ્કારનું સિંચન થાય તેમજ ગીતા જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી પાઠ્ય પુસ્તકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હિન્દૂ વિરોધી કટ્ટરવાદી તત્વો દ્વારા તેનો વિરોધ કરી ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

જે બાબતે સરકારના આ પગલાંને સમર્થન આપવા અને ગીતાના મૂલ્યોને પાઠ્ય પુસ્તકમાં ચાલુ રાખવા હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે.જેમાં ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત અને હિન્દુ યુવા સંગઠન ભારત સહિત સંગઠનો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર બાબતે મહંત ભરતપુરી મહારાજે જણાવ્યું હતું કે, ભગવત ગીતાના મૂલ્યો કોઈ ધર્મ, જાતિ, પંથ કે સંપ્રદાયનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યા નથી. જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે. જે શાંતિ, સલામતી, કર્તવ્ય નિષ્ઠતા સૂચવે છે અને સૌના જીવનના વિકાસ માટે મહત્વના છે. જેથી કેટલાક કટરવાદી તત્વો તૃષ્ટિકરણના રાજકારણના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ અને પાઠ્યપુસ્તકોમાં ગીતાના સમાવેશ કરેલા ભાગો જળવાઈ રહે તેવી વિનંતી કરીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.