
પાલનપુરમાં લેન્ડફિલ સાઈડનું 5 કરોડનું પ્લાસ્ટિક લોકો ચોરી ગયાં
આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત પાલનપુર ઉપરાંત આજુબાજુની ડીસા થરાદ ધાનેરા સહિતની નગરપાલિકાઓમાંથી ગ્રેડિંગ કરેલો કચરો અહીં આવવાનો હતો. જે નાશ ન થઈ શકે તેવા પ્લાસ્ટિકના બે થી ત્રણ ફૂટની લેયર કરી તેને દબાવી દેવાનો હતો અને એવી રીતે આખું તળાવ ભરવાનું હતું. જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે નીચેની સાઈડમાં પાણી જમા થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી. જેનું પાણી પંપિંગ કરીને તળાવમાંથી કૂવામાં જાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શહેરનો આ મહત્વકાંક્ષી પ્રોજેકટનું બાળમરણ થયું.
જે એજન્સીને આ સમગ્ર પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો તે ભુગન ઇન્ફ્રા.ના કર્મીઓએ જણાવ્યું હતું કે” નેધરલેન્ડથી લાવેલું પ્લાસ્ટિક આજુબાજુથી લોકો લઈ ગયા છે. આ એવા પ્રકારનું મટીરીયલ હતું જે સમગ્ર ઇન્ડિયામાં ક્યાંય મળતું ન હતું. પ્લાસ્ટિકના નીચે જીઓ મેમરન પણ પાથરવામાં આવેલું હતું. આ બધું ફરી નવું નાખવું પડે તો સમગ્ર પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે. આ અગાઉ ત્રણ વર્ષ સુધી અમે સાચવી રાખ્યું હતું પરંતુ હાલમાં ત્યાં કોઈ રણીધણી નથી.”