પદયાત્રી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત : પાન્છા નજીક ચક્કર આવતાં ઢળી પડ્યો
અંબાજી નજીક મંગળવાર સવારે પદયાત્રી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. દાંતાનો યુવક પગપાળા યાત્રા કરી અંબાજી આવી રહ્યો હતો. ત્યારે પાન્છા નજીક ચક્કર આવતાં ઢળી પડ્યો હતો. જેને હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
દાંતા દરજીના માઢમાં રહેતા અશોકભાઇ દરજી (ઉ.વ.40) મંગળવારે સવારે ચાલતાં અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. જેઓ પાન્છા નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ચક્કર ખાઈ ઢળી પડ્યા હતા. જ્યાં આજુબાજુથી અન્ય શ્રદ્ધાળુઓ દોડી આવ્યા હતા અને અશોકભાઈ ને તાત્કાલિક આદ્યશક્તિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.