
ગોળા ખાતે પદયાત્રી સેવા કેમ્પ ના શુભારંભ કરાયો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા સમિતિ દ્વારા આજ રોજ પાલનપુર તાલુકા ના ગોળા મુકામે પદયાત્રી સેવા કેમ્પ ના શુભારંભ કરાયો હતો. સેવા કેમ્પ નો શુભારંભ અલ્પેશજી ઠાકોર પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણ ના શુભ હસ્તે દીપ પ્રગટ્ય કરી ખુલ્લો મુકવા આવ્યો હતો.
કાર્યક્રમ ના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સમાજ ની યુવા પેઢી ને ઉચ્ચશિક્ષણ મેળવવા ભાર મુક્યો હતો. સમાજમાં દીકરીઓને પણ વધુ અભ્યાસ મળે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમાજના સર્વાંગી વિકાસ અને સામાજિક એકતા જળવાય એ માટે સૌ સૂચન કર્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી. આ પ્રસંગે ભટાણા આશ્રમ ના મહંત શ્રી નાગપુરી બાપુ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ના સ્થાપક પ્રમુખ નરસીભાઈ દેસાઈ સહિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના હોદેદારો, સામાજિક અગ્રણી ઓ, સહિત ગોળા ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.