
અંબાજીમાં અંબિકા ભોજનાલયની સિલીંગનો ભાગ તૂટ્યો
અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા જગતજનની અંબાનું મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શન અને માની આરાધના કરવા દૂર દૂરથી અંબાજી આવે છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી માતાજીના પ્રસાદસ્વરૂપ ભોજન શ્રી અંબિકા ભોજન ખાતે લેતા હોય છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જ્યાં વ્યાજબી દરે માઈભક્તોને મા અંબાના પ્રસાદ તરીકે ભોજન અપાય છે.શ્રી અંબિકા ભોજનાલય અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. જ્યાં દર્શનાર્થિઓને વ્યાજબી દરે ભોજન અપાય છે. આજે શ્રી અંબિકા ભોજનલયમાં એક ઘટના ઘટી હતી. જ્યારે યાત્રિકો જમતા હતા ત્યારે સિલીંગ પરથી પોપડો ઉપરથી નીચે પડ્યો હતો. સિલીંગનો થોડો ભાગ નીચે પડતા યાત્રિકોમાં નાશ ભાગ મચી હતી. અંબાજી ભોજનાલના સફાઈ-કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તૂટેલા સિલીંગના પોપડાઓના કચરાને સાફ કરવામાં આવ્યું હતું. ભોજનાલયના સિલીંગનો થોડો ભાગ પોપડારૂપે તૂટવાના કારણે સદનસીએ કોઈપણ યાત્રિકોને નુકસાન ન પહોંચ્યું હતું.
હાલમાં અંબિકા ભોજનાલયના બિલ્ડિંગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે અને અંબાજીમાં નવા પ્રોજેક્ટ હેઠળ અંબિકા ભોજનાલયનું નવું બાંધકામ જૂની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. ત્યારે હાલમાં અંબિકા ભોજનાલયની સિલીંગનો થોડો ભાગ તૂટી પડતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એકવાર આ સમગ્ર બિલ્ડીંગનો ચેકિંગ જરૂરી બન્યું છે જેથી યાત્રિકોની સુરક્ષા સુનિચિત થઈ શકે.