સરકારી વિનયન કૉલેજમાં પર્ણોત્ત્સવ અને તેજસ્વીનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સરકારી વિનયન કૉલેજમાં વાર્ષિકોત્સવ પર્ણોત્ત્સવ – 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, માઈમ, સ્કિટ, નાટક, ગીત કોમેડી નાટક exam phase જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડૉ. સંજય વ્યાસ, ઇન. પ્રિન્સિપાલ, એમ.એન. કૉલેજ, વિસનગર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
શૈક્ષણિક વર્ષ 2023-24 ટી. વાય. બી. એ.માં કૉલેજમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અનુક્રમે મહુડિયા કૈલાશભાઈ કાન્તિભાઈ, સોડાલા પ્રવિણકુમાર પ્રભાતભાઇ અને બુંબડિયા જયંતિભાઇ હકમાભાઇનું ટ્રોફી અને ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સપ્તધારા અંતર્ગત વિવિધ ધારાઓમાં આભાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કૉલેજ પરિવારનો સહકાર રહ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક ધારાનાં કૉ-ઓર્ડિનેટર ડૉ. નરેશ જોષી દ્વારા પ્રા. ફરહિના શેખનાં સંકલનમાં કરવામાં આવ્યું હતું.