
દિવાળી પર્વને લઈ બનાસકાંઠાની પાંથાવાડા બજારમા ખરીદી માટે લાગી ભારે ભીડ
દિવાળીના તહેવારને લઇ બનાસકાંઠા ના પાંથાવાડા ની બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દીવાળી મનાવવા થનગનાટ કરી રહ્યા છે.કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે કોઇપણ પ્રતિબંધ વગર જનતા દિવાળીનો પર્વ મનાવી શકશે. જેનો લોકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માગે છે. તેથી ઘરની સજાવટ, નવા વસ્ત્રો, ફટાકડા સહિતની વસ્તુઓની ખરીદી માટે પાંથાવાડા ના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.પાંથાવાડા બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
ના મુખ્ય વેપારી મથક ગણાતા પાંથાવાડામાં દિવાળી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.પાંથાવાડા ના બજાર વિસ્તારમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. દિવાળીના પર્વને ખૂબ જ ઓછા કલાકો રહ્યા છે. ત્યારે લોકો દિવાળી અને નૂતન વર્ષ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવા માટે જરુરી તમામ સામાન બજારમાંથી ખરીદવા માગે છે. દિવાળી ને લઈ પાંથાવાડા બજારમાં આજે રોજ કરતા પણ વધારે ભીડ જોવા મળી.ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. બીજી તરફ ફટાકડાની ખરીદી માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી.