પાંસા ની શિક્ષીકા ભાવનાબેન પટેલ અને શિક્ષણ વિભાગનાં અઘિકારી ઓની મિલી ભગતમાં આક્ષેપ, ફરીયાદ કરનાર જ દંડાયા
સમગ્ર ગુજરાત માં ભૂતિયા શિક્ષકોનું પહેલું ભૂત દાંતા તાલુકા ના પાંસા ગામે ધુણ્યું હતું ને તેની લપેટ માંરાજ્ય નાં અનેક શિક્ષકો આવ્યા જેમાં કેટલાક શિક્ષકો ને બરતરફ,સસ્પેન્ડ ,કે પછી છુટા થવાના આદેશો કરવામાં આવ્યા પણ તેમ છતાં જ્યાંથી આ ભૂતિયા શિક્ષકો નો પ્રશ્ન ઉદભવ્યો તે પ્રશ્ન હજી ઠેર ને ઠેર છે ,તેને લઇ અમેરિકા માં રહેતા ભાવનાબેન ના સહચર શિક્ષિકા જે પાંસા ગામે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેઓ આજે ફરી એક વાર શિક્ષણ વિભાગ ના અધિકારીઓ ઉપર અનેક આક્ષેપો લગાવ્યા છે.
એટલું જ નહિ ગુજરાત ભરમાં ગુલ્લીબાજ શિક્ષકો નું કૌભાંડ સૌથી પહેલું જાહેર કર્યું ને જે બહેન ગેર હાજર અમેરિકા ના ગ્રીનકાર્ડ ધારક હોવા છતાં ગુજરાત ની સરકારી નોકરી ભોગવી રહ્યા છે. આ પ્રશ્ન તો ઠેર ને ઠેર રહ્યો તેના બદલે જે શિક્ષિકા એ પહેલું અવાજ ઉઠાવ્યો તેવા પાંસા પ્રાથમિક શાળા ના ઇન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતા ને જાણે સજા ફટકારી હોય તેમ વોટસઅપ ઉપર વધ નો ઓર્ડર આપી દીધો અને શાળા ના આચાર્ય એ પારૂલબેન ને છૂટી કરવાનો પણ લેખિત પત્ર પાઠવી દીધો શુ આ ન્યાય છે?
સારા કામ માટે અવાજ ઉઠાવવું મારુ કર્તવ્ય હતું તો મને સજા સા માટે? જેને ખોટું કર્યું છે ગેર કાયદેસર બિન અધિકૃત રજાઓ ભોગવીને પણ 31 નો ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેને હજી સીરો પાવ અપાઈ રહ્યું છે ને હજી અમેરિકા માં વસવાટ કરતા ભાવનાબેન પટેલ સામે ખાતાકીય તપાસ ચાલી રહ્યા હોવાનું જણાવતા તાલુકાને જિલ્લા ના અધીકારીઓ ભાવનાબેન સાથે મીલીભગત હોવાનું સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે, ને શિક્ષક ની નૈતિકતા ઉપર હનન થઇ રહ્યા હોવાનું પારૂલબેન મહેતા જણાવી રહ્યા છે. પારૂલબેન મહેતા એ હાલની પોતાની શાળા માજ નોકરી રાખવા અનેક વાર રજુઆત કરવા છતાં તેમને વધ નો ઓર્ડર આપી અન્ય શાળામાં મોકલી દઈ છૂટી કરી દેવાના આદેશ અપાયા હોવાનુ પારૂલબેન મહેતા (શિક્ષિકા પાંસા પ્રાથમિક શાળા) પાંસા,તા-દાંતા એ જણાવ્યુ હતુ.