
પાલનપુરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું
પાલનપુર તાલુકા એક ગામની સગીર વયની કિશોરીનું એક યુવકે લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું. બાદમાં સગીરા ને દિલ્લી લઇ જઇ ત્યાં ભાડા ની ઓરડીમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ અંગે સગીરાના પરિવારે પોતાની પુત્રીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પાલનપુરના ખોડલા ગામના દીપક મફાભાઈ રાવળ નામના યુવકે ગત.તા.૧૫ મે ની સવારે એક ગામની સગીર યુવતીને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે તેનું તેના વાલીપણા થી અપહરણ કર્યું હતું. બાદમાં સગીરાને દિલ્લી લઇ ગયો હતો. જ્યા ઉસ્માન પુરા વિસ્તારમાં ઓરડી ભાડે રાખી ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના પરિવારે પોતાની દીકરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારનાર ખોડલા ગામના દીપક મફાભાઇ રાવળ નામના યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.