અમેરિકમાં વસતા પાલનપુરીઓ માદરે વતની વ્હારે

બનાસકાંઠા
બનાસકાંઠા 153

રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે એક બાજુ તકસાધુઓ કાળાબજારી કરી રહ્યા છે. ત્યારે બીજીબાજુ સેવાભાવી લોકો સેવાની સરવાણી વહાવી રહ્યા છે. પાલનપુરનું એક દંપતિ પણ અમેરિકામાં વસતા પાલનપુરીઓની મદદથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ટિફિન સેવા પુરી પાડી રહ્યા છે.
કોરોના કાળમાં અમેરિકામાં વસતા પાલનપુરીઓ પણ માદરે વતન ની વ્હારે આવ્યા છે. અમેરિકન મિત્રોના સહયોગથી પાલનપુરનું એક માળી દંપતિ કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરી રહ્યું છે. પાલનપુરના સિન્ટુભાઈ માળી તેમના ધર્મપત્ની સાથે મળી પાલનપુરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો ને સવાર-સાંજ સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યા છે. પાલનપુરના આ યુવાનના પત્નીના બહેન કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ દરમ્યાન તેમને જાેયું કે, કોવિડ દર્દીઓ તેમજ તેમના પરિવારજનો ને જમવા માટે મુશ્કેલી પડતી હતી. જેથી તેઓ અમેરિકન મિત્ર વર્તુળના સહયોગથી છેલ્લા ૭ દિવસથી રોજના ૨૦૦ જેટલા ટિફિન દર્દીઓના બેડ સુધી પહોંચાડી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. ગત વર્ષે પણ કોરોના કાળમાં લોકડાઉન થતા વિધવા બહેનો સહિત આર્થિક રીતે પડી ભાંગેલા જરૂરિયાત મંદ લોકોને અમેરિકન મિત્ર વર્તુળની મદદથી આ યુવાને ૪૫૦૦ જેટલી રાશન કીટ પહોંચાડી હતી. આમ, માળી દંપતિ પાલનપુરમાં સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.