પાલનપુર તાલુકા પોલીસે બંદૂક સાથે ૧ ઇસમની અટકાયત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસે બંદૂક સાથે ૧ ઇસમની અટકાયત કરી છે. અમીરગઢના કંસારા ગામમાંથી એક નાળી બંદૂક ઝડપાઇ છે. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા અમીરગઢ તાલુકા ના કંસારા ગામે એક ઇસમના રહેણાંક મકાન માં પાસ પરમીટ વિના રાખવામાં આવેલી એક નાળી દેશી બંદૂક મળી આવતા મકાન માલિકની અટકાયત કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસ ની ટીમ અમીરગઢ તાલુકાના કંસારા વિસ્તારમાં પેટ્રોલિંગ હતી દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે કંસારા ગામે ખેતરમાં રહેતા કાળાભાઈ ભેરાભાઈ દામાના રહેણાંક મકાન માંથી પાસ પરમીટ વિના બિન અધિકૃત રીતે રખાયેલ રૂ.પાંચ હજારની કિંમતની મજર લોડ એક નાળી બંદૂક ઝડપી પાડી મકાન માલિક કાળાભાઈ દામાની બંદૂક સાથે અટકાયત કરી આરોપી સામે આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.