
પાલનપુર ખાતે ઉદ્યોગ મંત્રીના અધ્યક્ષસ્થાને ઔધોગિક સંમેલન યોજાયું
પાલનપુરની એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ ખાતે ઉદ્યોગમંત્રીના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભારતી બનાસકાંઠા દ્વારા આયોજીત ઔધોગિક સંમેલન યોજાયું હતુ.ત્યારે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના વેપારીઓને સંબોધતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે વડાપ્રધાનના નેતૃત્વમા કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને ફાયદો થાય તેવી નીતિઓ બનાવી છે.આ સરકારે નાના ઉદ્યોગકારોને ધંધો-રોજગાર શરૂ કરવા શરૂઆતના ત્રણ વર્ષ સુધી લાયસન્સ લેવામાંથી મુક્તિ આપી છે.આ ઉપરાંત નાના પાયે ઉદ્યોગ શરૂ કરવા માટે વીજળી,લોન અને સબસીડી આપવામાં આવે છે.જીઆઇડીસી વિસ્તારમાં 3000 ફુટના પ્લોટ સબસીડીના દરથી આપવામાં આવે છે.આમ બનાસકાંઠા જિલ્લામાં મોટો એગ્રો પાર્ક બનાવવાનું આયોજન કરાયુ છે.જેનાથી જિલ્લાના વિકાસને વેગ મળશે.