પાલનપુરમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો: વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાલનપુરમાં અસહ્ય ઉકળાટ બાદ ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પવન સાથે હળવો વરસાદ નોંધાયો હતો.પાલનપુર શહેર પર મેઘરાજા મહેરબાન થયા હતા. આ વર્ષે ભાદરવા માસમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે બપોરે વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો. હળવો વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારા વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા મથક પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના લીધે શહેરીજનોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવા માસની ગરમીના ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા હતા. મેઘરાજાની રી એન્ટ્રીની લોકો કાગડોળે રાહ જોતા હતા. જોકે આજે પાલનપુર શહેર પર મેઘરાજા મહેરબાન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.