પાલનપુર રેલવે પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : દેશ ભક્તિનો માહોલ સર્જાયો
દેશને આઝાદીની મહામૂલી ભેંટ આપનાર શહીદોને યાદ કરતા આઝાદી પર્વની ઉજવણીના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે પાલનપુર ખાતે રેલવે પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી.
આઝાદીના 78 માં સ્વાતંત્ર પર્વ પૂર્વે દેશભરમાં આઝાદીની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પાલનપુર ખાતે રેલવે પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ સાંસદો પરબતભાઇ પટેલ, દિનેશ અનાવાડિયા, રેલવે પી.એસ.આઈ.એચ.પી.દેસાઈ, રેલવે પોલીસ સ્ટાફ, આરપીએફ સહિત રાજકીય અગ્રણીઓ અને બાળકો જોડાયા હતા.
દેશની આઝાદીના જતન કાજે અને વીર શહીદોની યાદ તાજી કરતા પાલનપુરમાં નીકળેલી તિરંગા યાત્રાને પગલે શહેરભરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.