પાલનપુર વિભાગીય એસટી કચેરી દ્વારા મેળામાં ૩૦૦ બસો દોડાવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો બે વર્ષ બાદ યોજાઈ રહ્યો હોય આ સાત દિવસીય મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવવાની સંભાવનાને લઈ માઇ ભક્તો સસ્તી અને સલામત ભરી સવારી કરી શકે તે માટે પાલનપુર એસટી વિભાગીય કચેરી દ્રારા આ મેળા માં ૩૦૦ ઉપરાંત બસો દોડાવવામાં આવનાર છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લઈ જગ વિખ્યાત
અંબાજીનો ભાદરવી પૂનમનો મહા મેળો બંધ રહ્યો હતો જાેકે ચાલુવર્ષે કોરોના નું સંકટ હળવું બનતાતંત્ર દ્રારા બે વર્ષ બાદ અંબાજી માં
ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળો યોજવાની તૈયારીઓ કરાઇ છે. જાેકે, આ મેળામા માંઅંબાના દર્શન કરવા લાખો યાત્રીઓ
દુરદુર થી કઠિન પદયાત્રા કરીને આવતા હોય છે ત્યારે આ યાત્રીઓ ને પરત તેમના ગામ જવા માટે સરળતા પડે તે માટે એસટી નિગમ દ્રારા બસો મુકવામાં આવી રહી છે. જેમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા માં પાલનપુર વિભાગીય એસટી કચેરીની તાબામાં આવતા પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, અંબાજી, રાધનપુર અને સિદ્ધપુર મળી સાત ડેપો માંથી ૩૦૦ જેટલી વિવિધ રૂટ ની બસો દોડાવવા માં આવશે જાેકે વર્ષ ૨૦૧૯ માં ભાદરવીનો મેળો એસટી નિગમ ને ફળ્યો હતો જેમાં પાલનપુર વિભાગીય એસટી કચેરીને રૂ.૧.૮૬ કરોડની માતબર આવક થવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.