પાલનપુર-ડીસા હાઇવે પર ટ્રક પલ્ટી ખાતા અકસ્માત :૧ને ઇજા

બનાસકાંઠા
accident
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર-ડીસા હાઇવે પર દેવપુરા પાસે એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રક રોડ પર પલ્ટી ખાઈ જતા વાહન વ્યવહાર ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. પાલનપુર-ડીસા હાઇવે પર દેવપુરા પાટિયા પાસે ડીસા તરફથી કોલસો ભરીને આવી રહેલી ટ્રક ડીવાઈડર કૂદીને સામેના રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ટ્રક ચાલકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે, ટ્રક પલટી ખાતા એક બાજુનો હાઇવે બંધ થઇ જતા વાહનવ્યવહારને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેને પગલે વાહનચાલકો અકળાઈ ઉઠ્‌યા હતા. અંતે ક્રેઇન દ્વારા ટ્રક હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.