પાલનપુર સિવિલ હોસ્પિટલ પાછળથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, પાલનપુર

પાલનપુર સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી સોસાયટીમાં સોમવારે સવારે એક મૃત નવજાત બાળક મળી આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યાં મોડે સુધી આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો હતો. દરમિયાન ભૃણને ફેંકી દેનારી અજાણી મહિલા ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

પાલનપુરમાં લોક ડાઉન વચ્ચે સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી એક સોસાયટીના માર્ગ ઉપરથી સોમવારે સવારે એક મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગેના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને આ બાબતે તંત્રને જાણ કરવા છતાં મોડે સુધી આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો હતો.

દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ બાળકને અહીં કોણ ફેંકી ગયું છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં અવાર નવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આવા નિર્દયી લોકો સામે કડક પગલાં ભરવા જોઇએ તેવી જનમાંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.