પાલનપુર શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવા ઝૂંબેશ હાથ ધરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા દ્રારા રખડતા પશુઓને પકડી તેને ઢોરવાડામાં મોકલવાની ટેન્ડરની પ્રકિયા પૂર્ણ કરવામાં આવી છે. જેને લઈ આગામી સમયમાં શહેરમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવનાર છે. પાલનપુર શહેરમાં કેટલાક પશુપાલકો પોતાના પશુઓને શહેરમાં રખડતા છોડી મુકતા હોઈ ખોરાકની શોધમાં પશુઓ જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારમાં ભટકતા હોય છે અને કેટલીકવાર લોકોને નુકશાન પહોંચાડતા હોય છે. આમ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓની સમસ્યા વકરતા આખરે નગરપાલિકા દ્રારા રખડતા પશુઓને પાંજરે પૂરવાના કોન્ટ્રાકટ માટે ટેન્ડર પ્રકિયા પૂર્ણ કરવામાં આવતા આવનારા સમયમાં કોન્ટ્રાકટર દ્રારા શહેરમાં રખડતા અને જાહેર માર્ગો પર અડિંગો જમાવતા પશુઓને પકડી માલણ દરવાજા ખાતે આવેલ ઢોરવાડામાં લઇ જવામાં આવશે. જ્યા સાત દિવસ રાખ્યા બાદ આ પશુઓને ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. ત્યારે કોઈ પશુપાલક ઢોરવાડામાંથી પશુ લઈ જશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પશુઓ માટે ઘાસચારા,પાણી અને મેડિકલની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં એક પશુને પકડવા દીઠ રૂ.4200નું ચૂકવણું કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.