
ધાનેરામાં આખલા યુધ્ધમાં પકોડીની લારીનો કચ્ચરઘાણ નિકળી ગયો !!!
ધાનેરામાં સાંજે પાંચેક વાગ્યાના સુમારે હાઇવે ઉપર આવેલ વિશ્વકર્મા મંદિરની સામે કેટલાક આખલાઓ જંગે ચડ્યા હતા અને પટેલ પાર્લર પાસે ઉભેલ પકોડી ની લારી ઉપર ઉપર પડતા લારીનો કચ્ચરઘાણ વાળી દીધો હતો તેમજ ત્યાં ઉભેલા લોકો પણ ભાગમ ભાગ કરવા લાગ્યા હતા. જેથી ત્યાં ઉભેલ પકોડીની લારી અને માલ સામાનને ભારે નુકસાન થયેલ તેમજ બાજુમાં ઉભેલ ટુ વહીલર વાહનને પણ નુકસાની પહાંચાડી હતી. આ રખડતા આખલાઓ બાબતે નગરપાલિકામાં અનેકવાર રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પાલિકાની નિષ્કાળજીના કારણે લોકો આ આખલાઓનો શિકાર બની રહ્યા છે. માટે પાલિકા દ્વારા આ આખલાઓ કોઇને મોતને ઘાટ ઉતારે તે પહેલા પકડવાની કાર્યવાહી કરે તે જરુરી છે.