કોરોના મહામારી વચ્ચે સરહદી તાલુકાઓમાં ઓક્સિજન પ્લાન્ટ ધમધમશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા,
કોરોના મહામારીની આ બીજી લહેરમાં ઓક્સિજન વગર દર્દીઓને પ્રાણ ખોવાનો વારો આવ્યો છે ત્યારે બનાસડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાકમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપીને બનાસ ડેરી એ અશક્ય કામ કર્યું એટલું જ નહીં એવો જ બીજાે પ્લાન્ટ પણ ટૂંક સમયમાં ધમધમતો કરીને ઓક્સિજન વગર ટળવળતા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં પ્રાણ પુર્યા. સાથે સાથે જિલ્લામાંથી આવતા દર્દીઓના સગાઓ માટે પણ ભોજન વગેરેની વ્યવસ્થા કરીને આ કપરા સમયમાં પ્રજાની વ્હારે આવી.
જિલ્લાનો પૂર્વ ભાગ અને લગભગ ડીસા સુધીનો ભાગતો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતો પણ જિલ્લાના છેવાડાના સરહદી તાલુકાઓ સુઈગામ, વાવ અને ભાભર તાલુકાઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ આવતા લગભગ ૧૫૦ કિલોમીટર અંતર કાપવું પડે. આ સંજાેગોમાં દર્દીનું પ્રાણ-પંખેરું રસ્તામાં જ ઉડી જાય. છેવાડાના તાલુકાઓની આવી ઓક્સિજન માટેની રઝળપાટને પૂર્વ
આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને તાલુકાના સ્થાનિક આગેવાનોએ ગંભીર નોંધ લઇને ત્રણેય તાલુકાઓ ના ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રકમ મંજૂર થાય તેવા પ્રયાસો આદર્યા. રાજ્ય સરકારના હકારાત્મક સહયોગથી કામ
સુપેરે પાર પડ્યું અને સરહદી ત્રણેય તાલુકાઓમાં ઓક્સિજન પ્લાન્ટ ધમધમતા થાય તેવું પરિણામ મળ્યું. સુઈગામ, વાવઅને હવે ભાભર તાલુકામાં પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની મંજૂરી મળતા છેવાડાના વિસ્તારના લોકોને હવે ઓક્સિજન માટે ક્યાંય રઝળપાટ નહીં કરવો પડે એટલું જ નહીં કોરોના મહામારી સામે ઘર આંગણેજ જંગ લડીને કોરોના મહામારીમાંથી સુપેરે બહાર નીકળી જવાનો માર્ગ મોકળો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.