ખીમાણા સીએચસી ખાતે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકામાં ખીમાણા ખાતે ટોરન્ટો ગ્રુપના સુધીર મહેતા દ્વારા વતન માટે ૨૫ લાખના ખર્ચે દરરોજના ૨૫ જમ્બો બોટલ ભરી શકાય તેવી ક્ષમતાવાળો પ્લાન્ટ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા પ્રાંત અધિકારી પટેલની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આવનારા કોઈ પણ વેવ સામે કોઈપણ મુશ્કેલી ઊભી ના થાય તે માટે ખીમાણામાં સૌથી સારી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજનની ઘણી મુશ્કેલી ઉભી થઈ હતી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ પેદા ના થાય તે માટે રાજય સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કાંકરેજ તાલુકામાં ખીમાણા ખાતે ટોરેન્ટો ગ્રુપના સુધીર મહેતા દ્વારા વતન માટે રપ લાખના ખર્ચે દરરોજ રપ જમ્બો બોટલ ભરી શકાય તેવી ક્ષમતાવાળો પ્લાન્ટ ધારાસભ્યો કીર્તિસિંહ વાઘેલા, પ્રાંત અધિકારી પટેલની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્યે જણાવેલ કે સમાહર્તા આનંદ પટેલ ઉપરાંત ટોરેન્ટો ગ્રુપના સુધીરભાઈ મહેતાએ વતન પ્રત્યે ઋણ ચુકવવાના ભાવ સાથે પ્લાન્ટ અર્પણ કરેલ છે.જેના કારણે ભવિષ્યમાં આવનારા કોઈપણ વેવ સામે કોઈપણ મુશ્કેલી ઉભી ના થાય,ખીમાણા સીએચસી સૌથી સારી સુવિધા ઉપલબ્ધ છે.તેથી તમામ રૂમમાં પાઈપલાઈનથી ઓકિસજન પહોંચાડવાની તૈયારી બતાવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, નાયબ કલેકટર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈસુભા વાઘેલા તેમજ અમીભાઈ દેસાઈ, પૂર્વ મહામંત્રી કિશોર પ્રજાપતિ, ઈશ્વરભાઈ દેસાઈ, કપૂરજી પરમાર ,સરપંચ પી.એસ.સી.અમૃતભાઈ પ્રજાપતિ, નાયબ મામલતદાર સુથાર વગેરે ઉપસ્થિત રહેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.