ડીસા સિવિલ હોસ્પિ.માં રૂ. ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા 96

ડીસા સિવિલમાં આજે ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવી પહોંચી હતી .ટોરેન્ટ ફાર્મા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને શુક્રવારે તેની મશીનરી પણ આવી ગઈ હતી. આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતા ડીસા શહેર અને તાલુકાના કોરોના દર્દીઓને ઘર આગણે ઓક્સિજન મળી રહેશે.સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી સર્જી હતી જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા અને વધતા જતા કોરોના કેસમાં સતત ઓક્સિજનની પણ જરૂરિયાત ઉભી થતા તેની તંગી સર્જાઇ હતી પરંતુ ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓ મૃત્યુ પામ્યા હતા જાેકે હાલમાં કોરોના ના કેશો ઘટી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈ જિલ્લા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે અને આગોતરા આયોજન પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સિવિલમાં પણ ટોરેન્ટ ફાર્મા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી જેમાં શુક્રવાર ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવી પહોંચી હતી અને આ તમામ મશીનરીનું નાયબ કલેકટર હિરેનભાઈ પટેલ અને સિવિલ સુપ્રિટેડેન્ટ રવિ રાજ પુરોહિતે નિરીક્ષણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.