નવી ભીલડી ગોગામઠ પ્રાથમિક શાળામાં 350 થી વધુ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે અંધકાર
દર ચોમાસે છાછવારે પ્રાથમિક શાળામાં પાણી ભરાતા રજા રહેતા વિદ્યાર્થીના અભ્યાસ અંધારમય: નવી ભીલડી માં આવેલી ગોગામઢ પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી દર ચોમાસે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જાય છે. ત્યારે ભારે હાલાકી પડી રહી છે. જેમા મંગળવારે વહેલી સવારે વરસાદ પડતા પ્રાથમિક શાલામાં પાણી ભરાત ૧ થી ૫ ના વિદ્યાર્થી 350 થી વધુ બાળકો ના ભવિષ્ય અને અભ્યાસ સાથે ચેડાં જોવા મળી રહ્યા છે.
જેમાં દર ચોમાસે નીચાણવાળા વિસ્તારમાં પ્રાથમિક શાળા હોવાથી દર ચોમાસે મતલબ છાછવારે સ્કૂલ બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમાં જોવા મળી રહ્યું છે. જ્યારે સરકાર એક બાજુ વાતો કરે છે કે ભણશે ગુજરાત ભણાવશે ગુજરાત ગુજરાત સરકાર ના સૂત્ર અહીં માત્ર કાગળો પર જોવા મળી રહ્યા છે? જેમા નવી ભીલડી મંગળવારે વહેલી સવારે પાણી ભરાયું હતું ત્યારે મંગળ , બુધ , ગુરુ ત્રણ દિવસ પ્રાથકમિ શાળા બંધ હતી અને શુક્રવારે નીરાતે વરસાદ આવતા ફરીથી શાળા શિક્ષણ કાર્ય બંધ થયું હતું જેમા ૪ દિવસ કાર્ય બંધ રહેતા બાળકોમાં ભવિષ સાથે ચેડા થઇ રહ્યા છે. ગ્રામ પંચાયત કે તંત્ર દ્વારા સત્વરે નિકાલ કરવામાં અને વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગડે નહિ તો સત્વરે આનો નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો ની માંગ છે.