
ડીસામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જ ઉભેલા બે લીલા વૃક્ષ કાપી દેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ
ડીસાની મધ્યમાં આવેલી અને કૃષિ વિષયક સશોધન કરતી કચેરીમાં જ આજે ગુરુવારે વર્ષો જુના બે વૃક્ષ કાપી દેવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ વ્યાપી જવા પામ્ ડીસાની મધ્યમાં આવેલી અને સતત કૃષિ વિષયક સંશોધન કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જ વર્ષો જુના બે લીલાછમ વૃક્ષ એકાએક કાપી દેવામાં આવ્યા હતા. આ વૃક્ષ કાપવા મામલે કચેરીના જ અધિકારી વી. વી. પ્રજાપતિનો ટેલિફોનીક સમ્પર્ક કરતા તેમણે આ બાબતે જણાવ્યું હતું કે આ બન્ને વૃક્ષ મેદાન બનાવવા માટે નડતરરૂપ હતા. માટે કાપી નાખ્યા છે. જોકે સ્થળ ઉપર જોતા આ બન્ને ગુલમહોર અને કણજીના વૃક્ષ વર્ષો જુના અને મેદાનની સાઈડમાં ઉભેલા હતા છતાં પણ અધિકારી દ્વારા ક્યાં કારણોસર કાપી નાખવામાં આવ્યા ? તે બાબત સમજમાં આવી ન હતી.તેવો રોષ પર્યાવરણ પ્રેમીઓએ ઠાલવ્યો હતો.
અધિકારીનો લુલો બચાવ
આ વૃક્ષ કાપવા બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી વી. વી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે આજે ભલે બે લીલા વૃક્ષ કાપ્યા પણ એના બદલે અમે આગામી સમયમાં નવા વૃક્ષ વાવીશું તેમ જણાવી વૃક્ષ કાપવા બાબતે લુલો બચાવ કર્યો હતો.
વૃક્ષોની હત્યા દુઃખદ છે
આ બાબતે પર્યાવરણ પ્રેમી એવા મુકેશભાઈએ જણાવ્યું હતું હાલમાં જ કોરોના જેવી મહામારીમા જીવન જરૂરી એવા ઓક્સિજનનું મહત્વ લોકો સમજ્યા હતા ત્યારે ફ્રીમાં દિવસ રાત સતત ઓક્સિજન આપતા વૃક્ષ માનવ જીંદગી માટે ખૂબ જ કિંમતી છે તેનું જીવની જેમ જતન કરવું જોઈએ.તેના બદલે આવા મહામુલા કિંમતી વર્ષો જુના લીલા વૃક્ષ કૃષિને લગતા સંશોધન કરતી સરકારી કચેરીમા જ કાપી દેવામાં આવે તે ખુબ જ દુઃખદ બાબત છે.