
અમીરગઢ ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિષય પર વ્યાખ્યાન અને તાલીમનું આયોજન
અમીરગઢ ખાતે આવેલ સરકારી વિનય કોલેજમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિષય પર વ્યાખ્યાન અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહીત આજુબાજુ ખેડૂતો પણ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને સર્જનાત્મક ધારા અંતર્ગત ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિષય પર વ્યાખ્યાન અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાખ્યાતા તરીકે દેણપના વિસનગર ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન રમેશભાઈ સુથાર હાજર રહ્યા હતાં. જેમણે મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમજ અમીરગઢ અને આસપાસના ગામના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિષે જણાવ્યું હતું. ત્યારબાદ રમેશભાઈ અને યશભાઈ પટેલે પ્રત્યક્ષ જીવામૃત બનાવીને વિદ્યાર્થીઓ અને ખેડૂતોને તે તરફ દોરવા માટે વિનંતી કરી હતી. રમેશભાઈએ પોતાના ખેતરનો વીડિયો દ્રશ્યમાન કરાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા જ્ઞાનધારા અને સર્જનાત્મક ધારાના કૉ-ઓર્ડિનેટર અનુક્રમે પ્રા. ફરહિના શેખ અને પ્રા. મુકેશકુમાર આઢાએ તમામ સ્ટાફ્ગણના સહયોગ તેમજ આચાર્ય ડૉ. નયન.કે.સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.