
બનાસકાંઠામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને UPSCતથા GPSCપરીક્ષા સંબંધિત સાચું માર્ગદર્શન મળી રહે એ માટે કલેક્ટર વરૂણકુમાર બરનવાલની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
UPSCતથા GPSCપરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આસિસ્ટન્ટ કલેકટર સ્વપ્નિલ સિસ્લે આઇ.એ.એસ અને અન્ય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર માસના દર ગુરુવારે પાલનપુર ખાતે કલેક્ટર કચેરી મીટીંગ હોલમાં સાંજે- 5 થી 6 દરમિયાન પરીક્ષાલક્ષી તૈયારીઓ અને તેમને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરની દિશામાં વહીવટીતંત્ર દ્વારા લેવાયેલ આ સરાહનીય પહેલનો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.