
સરકાર દ્વારા પંજાબનું પરાળી ઘાસ ગૌશાળા- પાંજરાપોળને પધરાવવાની પેરવીનો વિરોધ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની ૧૭૦૦ જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત ૪.૫ લાખ ગૌવંશ સહિતના પશુઓના નિભાવ માટે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના હેઠળ રોજના પ્રતી પશુ દીઠ રૂ.૩૦ મુજબ સહાય આપવામાં આવી રહી છે જેથી સંસ્થાઓને સંચાલન કરવામાં સરળતા બની છે. પણ તાજેતરમાં ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ દ્વારા સંચાલકોને જાણવા મળેલ કે સરકાર જે રૂ.૩૦ મુજબની જે સહાય આપે છે તેની સામે સરકાર હવે પંજાબનું પરાળી ઘાસ આપવાની વિચારણા કરી રહી છે અને સંસ્થાઓ પાસે અભિપ્રાય માંગતા સંચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંચાલકોને કહેવું છે કે જે પંજાબનું ઘાસ પંજાબના પશુઓ નથી ખાતા ત્યારે ત્યાંના ખેડૂતો પરાળીનો નાશ કરે છે તે ઘાસ ગુજરાતના પશુઓ કેવી રીતે ખાશે ?સંચાલકોની માંગ છે કે ગુજરાત સરકારે જો ઘાસ આપવું હોય તો ગુજરાતમાં જ્યાં જે સંસ્થા છે ત્યાંનું સ્થાનિક ઘાસ આપવું જોઈએ.અને સહાયમાં વધારો કરવો જોઈએ. સરકારે ભૂતકાળમાં પરાળીનું ઘાસ પધરાવ્યું હતું જેથી સંસ્થાઓના પશુઓ બીમાર થાય હતા અને મરણ પણ વધ્યું હતું જેથી આ પંજાબનું ઘાસ કોઈપણ સંજોગોમાં મફતમાં પણ ઘાસચારો ચાલે એમ જ નથી.તેવો સંચાલકોએ આક્રોશ વ્યક્ત કરી સરકારમાં રજુઆત કરી હતી.