પાલનપુર નગરપાલિકામાં વિપક્ષના સભ્યો દ્વારા પ્રમુખની ચેમ્બર પાસે ધરણાં યોજાયા

બનાસકાંઠા
બનાસકાંઠા 63

પાલનપુર નગરપાલિકા માં શાસકો દ્વારા વિપક્ષ કોંગ્રેસના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટ ચલાવવામાં આવતો હોય અને વિકાસ કંઈ માટે ગ્રાન્ટ આવી ગઈ હોય આગામી સાધારણ સભાને આડે માત્ર દશ દિવસ બાકી હોવા છતાં શાસકો દ્વારા વિકાસ કામોનું આયોજન કરવામાં ન આવતા તેમજ ચીફ ઓફિસર દ્રારા પણ વિપક્ષના સભ્યોને સંતોષકારક જવાબ આપવામાં જ આવતા કોંગ્રેસના નારાજ સભ્યોએ ન્યાયની માંગ પાલિકામા ધરણાં યોજતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જાેકે, વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે શહેર ના તમામ ૧૧ વોર્ડ માં વિકાસના અને પ્રજાહિતના કામો માટે સરખા ભાગે ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી તેમજ નગરપાલિકા દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવેલ ટાઉનહોલ માત્ર ભાજપ ના કાર્યક્રમો માટે ખુલ્લો મુકવવામાં આવતો હોવાના આક્ષેપ કરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.