
માત્ર ધોરણ ૧૦ પાસ ભણેલા યુવાને કોઠાસુઝથી હળદર અને આદુ ખેતી માટેનું મશીન બનાવ્યું
વર્ષો પહેલા ખેડૂતો બળદ દ્વારા હળ ચલાવી ખેતી કરતા હતા પરંતુ અત્યારના યુગમાં દિવસેને દિવસે વધતી જતી ટેકનોલોજીના કારણે ખેડૂતો પણ અધતન ટેકનોલોજીથી ખેતી કરવા તરફ વળ્યા છે અને આધુનિક ટેકનોલોજી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ખેતીના સાધનોમાં પણ અત્યાધુનિક ઇજનેરી કૌશલ્ય ઉમેરાતુ જઈ રહ્યું છે જેના કારણે કોઈપણ પાકની વાવણી અને લણણી ની પ્રક્રિયામાં સમયની બચત અને ઓછી મજૂરી ખર્ચાય છે ત્યારે આવી જ એક ખેતી માં નવી તકનીક વિકશાવી છે ડીસા તાલુકાના રસાણા મોટા ગામના સંદીપ વસંતભાઈ પંચાલે પોતાની કોઠાસૂઝ થી ટેકનોલોજી ધરાવતું ટર્મિનલ મશીન બનાવ્યું છે. જેનાથી હળદર અને આદુ ની ખેતી સરળતાથી થઈ શકે છે માત્ર ધોરણ ૧૦ પાસ આ યુવાન ને ખેતીના મશીનો બનાવવાનું પરંપરાગત ઇજનેરી કૌશલ્ય ને લઇ લોકોનું ધ્યાન પણ ખેંચાઈ રહ્યું છે ત્યારે ૨૬ વર્ષીય સંદીપ પંચાલ નામ ના યુવકે હળદર તેમજ આદુના પાકની વાવણી માટેનું અધતન સુવિધા ધરાવતું અનોખું મશીન બનાવ્યું છે જે મશીનની ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેની મોટી માંગ જોવા મળી રહી છે.