
ડીસાના રામપુરા પાસે એકટીવા ચાલક છકડા પાછળ ઘુસી જતા એકનું મોત
ડીસાથી લાખણી તરફ એકટીવા ઉપર પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે રામપુરા ગામ પાસે છકડા રીક્ષા પાછળ એકટીવા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા ચાલકને ગંભીર ઈજાઓ થવાના લીધે તેનું મોત થયું હતું. રમેશભાઈ અજબાભાઈ પરમાર અને તેમના ધર્મપત્ની રમીલાબેનને પાછળ બેસાડીને પોતાનું એકટીવા લઈને ડીસાથી લાખણી તાલુકાના કુડા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તાલુકાના રામપુરા ગામ નજીક લક્ષ્મીપુરા જવાના રોડ પર આગળ જઈ રહેલ છકડા ચાલકે સાઈડ સીગનલ આપ્યા વગર અચાનક વાળી દેતા એકટીવા ચાલક રમેશભાઈ અજબાભાઈ પરમારનુ એકટીવા એકદમ છકડા પાછળ ધુસી ગયુ હતુ.
જેમાં એકટીવા ચાલક રમેશભાઈ અજબાભાઈ પરમાર ઉ.વ.૫૭ રહે.તેરમીનાળા,ડીસા અને તેમના પત્ની રમીલાબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન રમેશભાઈ અજબાભાઈ પરમારનુ મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવના પગલે ભીલડી પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. આ મામલે ભીલડી પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.