ડીસાના ઓઢવા ગામે બે બાઈક સામ-સામે ટકરાતા એકનુ મોત
રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના ઓઢવા ગામ નજીક બુધવારે રાત્રે બે બાઇક સામ સામે ટકરાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
ડીસા તાલુકાના ઓઢવા રોડ ઉપર ગઈકાલે રાત્રે બે મોટર સાયકલ સામ સામે ટકરાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક શખ્સને ઈજા થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. વિગતો એવી છે કે, ઠાકોર પ્રવિણજી સોમાજી (મુળ વતની વરણ હાલ રહે. ડિસા તાલુકાના રામપુરા) જેઓ ગઈકાલે ઓઢવા રોડ તરફ જઈ રહ્યા હતા.
ત્યારે સામેથી મોટર સાયકલ લઇને આવતા ઠાકોર મનુજી બળવંતજી (રહે, સરત) બંને સામ સામે ધડાકા ભેર અથડાયા હતા. જેમાં પ્રવિણજી સોમાજી ઠાકોર ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે મનુજી બળવંતજી ઠાકોરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. મૃતક ઠાકોર પ્રવિણજી સોમાજીનુ પી.એમ ડીસા સિવિલ ખાતે કરવામાં આવ્યું હતુ. વધુ તપાસ રાજેશભાઈ ચલાવી રહ્યા છે.