ડીસાના રતનપુરા પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ટ્રકની ટક્કરથી કાર ચાલકનું મોત નિપજ્યું, મહીલાને ગંભીર ઈજા

(રખેવાળ ન્યૂઝ)ભીલડી, 
હારીજ માર્કેટના વેપારી નરસિંહભાઇ રામચંદભાઇ ઠક્કર ઉંમર વર્ષ ૫૭ તેમજ તેમની પત્ની ઇન્દુબેન નરસિંહભાઇ ઠક્કર લાખણી તાલુકાના મોટા કાપરા ગામે વેવાઇને ત્યાં કામ અર્થે અલ્ટો કાર નં.જીજે.ર૪.એએફ.૦૩૮૭ લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન ડીસા તાલુકાના રતનપુરા ગામના પાટિયા નજીક રવિવારની સવારે ફુલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આવતી ટ્રક નં.આરજે.૦૯.જીસી.૧૫૫૮ના ચાલકે અલ્ટો કારને ટક્કર મારતાં કાર ફંગોળાઈને રોડ ડિવાઇડર વચ્ચે પડી હતી

જેમાં કાર ચાલક નરસિંહભાઇ રામચંદભાઇ ઠક્કરનું ઘટના સ્થળે મોત થયુ હતું. મૃતકનું પી.એમ ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરી મૃતદેહ વાલી વારસદારોને સોંપ્યો હતો અને ગાડીમાં બેઠેલા તેમની પત્ની ઇન્દુબેન નરસિંહભાઇ ઠક્કર માથાના ભાગે ગંભીર ઇજા થતા ભીલડી ૧૦૮ ના ઇ.એમ.ટી પ્રવિણભાઇ વણોલ અને પાઇલોટ જીતુભાઈ દ્વારા ૧૦૮ દ્વારા ડીસા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છુટયો હતો. આ અંગે હસમુખભાઈ રામચંદભાઇ ઠક્કર રહે. પાટણએ ટ્રક ચાલક વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે જેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જેન્તીસિંહ ચલાવી રહયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.