
ડીસાના વીરુણા કુચાવાડા હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી એકનું મોત
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે ડીસાના વીરુણા કુચાવાડા હાઇવે ઉપર રોડની સાઈડ માં ઉભેલા એક ઈસમને અજાણ્યા વાહને ટક્કર મારતા આ અકસ્માત ના બનાવ માં તેનું મોત થયું હતું અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે આ મામલે પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે
આ બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના વીરુણા ગામે રહેતા વસંત પુરી તેજપુરી ગોસ્વામી ગઈકાલે તેઓ વીરુણા કુચાવાડા હાઇવે ઉપર ઉભા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે વસંત પુરી ગોસ્વામી ને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો આ મામલાની જાણ મૃતક વસંત પુરી ગોસ્વામી ના પરિવારજનોને થતા તેઓ તુરંત ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતદેને પીએમ માટે ડીસા ની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ મામલે પોલીસે મૃતકના ભત્રીજા કલ્પેશકુમાર લીલાપુરી ગોસ્વામી ની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે