થરાદ – ડીસા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એક ઈસમને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા 27

(રખેવાળ ન્યૂઝ)થરાદ,
થરાદ ડીસા હાઇવે પર કાર,જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા અક્સ્માતમાં એકને ઇજા થવા પામી હતી. જેને સારવાર અર્થે ખાનગી વાહનમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો.પ્રાપ્ય માહિતી મુજબ રવિવારની સાંજે ડીસા તરફથી એક કારની પાછળ મોટરસાયકલ સવાર જઇ રહ્યો હતો. જેની પાછળ આવેલી સ્કોર્પીયો જીપના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં વચ્ચે રહેલ મોટરસાયકલ કાર સાથે અથડાઇને નીચે પટકાયો હતો. જ્યારે જીપ કારને અથડાઇ હતી. અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા થવા પામી હતી. જેને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જાે કે આ ઘટના અંગે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.