વાવ-સુઇગામ નેશનલ હાઇવે પર ટ્રેઇલરના ચાલકે ટ્રેકટરને ટક્કર મારતાં બન્ને વાહન પલટી ગયા
વાવ-સુઇગામ નેશનલ હાઇવે પર આવેલા ખરડોલ પાટિયા નજીક ભાટવરની હદમાં બુધવારની રાતે ટ્રેઇલર ચાલકે ટ્રેક્ટર ટોલીને પાછળથી ટક્કર મારતાં ટ્રેલર અને ટ્રેકટર રોડની સાઈડે પલ્ટી મારી ગયા હતા. ટ્રેઇલરમાં આગ લાગતા ટ્રેઇલર તેમજ તેમાં ભરેલ ઘઉં બળી ગયા હતા. જ્યારે ટ્રેક્ટરમાં ભરેલ સામાન પણ ભાગી ભૂક્કો થઇ ગયો હતો. ખરડોલ પાટિયા નજીક બુધવારની રાતે આશરે દશ વાગ્યાની આસપાસ વાવ તરફથી સુઇગામ તરફ જતા સિમેન્ટની તૈયાર દીવાલો સિમેન્ટ, રેત લઇ જતા ટ્રેકટરને પાછળ આવતા ઘઉં ભરેલ ટ્રેઇલર ચાલકે ટક્કર મારતાં ટ્રેકટર અને ટ્રેઇલર બંને રોડની સાઈડે પલ્ટી મારી ગયા હતા.
જેને લઈ ટ્રેક્ટરમાં ભરેલ સામાનનો ભૂક્કો થઇ ગયો હતો અને ટ્રેઇલરમાં આગ લાગી જતાં તેમાં ભરેલ ઘઉં બળી ગયા હતા અને આગ બાવળની ઝાડીમાં લાગતા આજુબાજુ ખેતરોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. લોકો ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે બીજા દિવસે બાવળની ઝાડીમાં બાવળ સળગતા હતા. આગમાં નુકશાન થયું હતું. સદનસીબે બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો.