
મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે દિયોદર કોર્ટમાં સફાઈ અભિયાન હાથ ધરાયું
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ જયંતિ નિમિત્તે દિયોદર કોટ સંકુલ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કોટ સંકુલમાં દિયોદર એડિશનલ ચીફ જજ તેમજ સરકારી વકીલ સહિત કોટ સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયો હતો.
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મ જયંતી નિમિત્તે ભારત સ્વસ્થ ભારત રૂપમાં સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપે તેના માટે ઠેઠેર જગ્યાએ સ્વસ્થ ભારત અભિયાનો ચાલી રહ્યા છે જેમાં આજે દિયોદર ખાતે આવેલ કોર્ટમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દિયોદર કોર્ટ સંકુલમાં તેમજ કોર્ટ સંકુલ ની બહારના ભાગે સફાઇ કરી હતી આ અભિયાનમાં દિયોદર ના એડિશનલ ચીફ જજ એમ એસ પાંડે સરકારી વકીલ એસ આર બ્રાહ્મણ તેમજ કોર્ટ સ્ટાફ સહિત વકીલઓ હાજર રહ્યા હતા અને આ અભિયાનમાં જોડાયા હતા.