ડીસામાં દિવાળી પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો ઉપરના ખાડા પૂરવાનું કામ શરૂ કરાયું
ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા આમ પ્રજાને હાશકારો: ડીસા નગરપાલિકાના ઉત્સાહી મહિલા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે અનેક વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં દિવાળી પર્વ નિમિત્તે આમ પ્રજાને તકલીફ ન પડે તે માટે શહેરના અનેક માર્ગો ઉપર પડેલા નાના-મોટા ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવેની સુચનાથી દિવાળી પર્વ નિમિત્તે શહેરીજનોને કોઈ તકલીફ ન પડે તે માટે નગરપાલિકા દ્વારા શહેરના બગીચાથી જલારામ મંદિર, દીપક હોટલથી ફુવારા સર્કલ, ફુવારા સર્કલથી લેખરાજ ચાર રસ્તા, રેલવે સ્ટેશનથી જલારામ મંદિર સહિત વિવિધ મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર પડેલા નાના-મોટા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકાની આ કાર્યવાહીથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.