
ડીસામાં દિવાળી પર્વને લઈ પાલિકા દ્વારા માર્ગો ઉપર એલઈડી લગાવાઈ
ડીસા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ દ્વારા શહેરમાં એક પછી એક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં દિવાળી પર્વને લઈ શહેર સ્વચ્છ સુંદર અને રોશનીથી ઝળહળી ઊઠે તે માટે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા ડિવાઈડરો ઉપર કલર કરવાની સાથે તમામ માર્ગો ઉપર નવી ૧૨૦ વોલ્ટની એલ.ઇ.ડી લાઇટ લગાવ વામાં આવી છે. પાલિકા દ્વારા આ લાઈટ લગાવતા રાત્રિના સમય શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ડીસા નગરપાલિકામાં નવનિયુક્ત પાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે દ્વારા પ્રમુખ પદ સંભાળતાની સાથે જ શહેર માં એક પછી એક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
જેમાં ખાસ કરીને સ્વચ્છ સુંદર બનાવવા માટે પાલિકા પ્રમુખ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં દિવાળી પર્વને લઈ શહેર રોશનીથી જન્મથી ઊઠે તે માટે શહેર ના મુખ્ય માર્ગો પર તમામ ડિવાઈડરો ઉપર કલર કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો જેવા કે બગીચાથી જલારામ મંદિર દીપક હોટલથી લેખરાજ ચાર રસ્તા જલારામ મંદિરથી રેલ્વે સ્ટેશન ચાર રસ્તા ગાયત્રી મંદિર થી ફુવારા સર્કલ સહિતના અન્ય માર્ગો ઉપર ૧૨૦ વોલ્ટની એલ.ઇ.ડી લાઇટ લગાડવામાં આવી છે. આ લાઈટ લગાડ્યા બાદ રાત્રિના સમયે શહેર રોશનીથી જગમગી ઊઠે છે. આ અંગે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જણાવ્યું હતું કે અમે શરીરને સ્વચ્છ સુંદર અને હરિયાળુ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ખાસ કરીને શહેરને સ્વચ્છ બનાવવા માટે લોકોને પણ અમે અપીલ કરી છે કે કચરો જ્યાં ત્યાં ન નાખો કચરો કચરા પેટીમાં નાખો અને ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીમાં કચરો નાખવો અને હાલમાં દિવાળી પર્વને લઈને માર્ગો ઉપર ૧૨૦ વોલ્ટ ની નવી એલ.ઇ.ડી લાઇટ લગાડવામાં આવી છે.