વાર્ષિક ઇન્સ્પેશન નિમિતે પરેડ અને પોલીસ દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વધુ 1000 છોડનું આરોપણ
હરીયાળા પોલીસ સ્ટેશનમાં આગથળા પોલીસ સ્ટેશન જિલ્લામાં મોખરે, જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને વધુ 1000 છોડનું આરોપણ
આજરોજ આગથળા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના વાર્ષિક ઇન્સ્પેશન નિમિતે પરેડનું આયોજન કરવામાં આવેલ, પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમની સાથે આર.બી. શાખાના પીએસઆઇ મહેશ્વરી તેમજ આગથળા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પી.એચ.જાડેજા સાથે તમામ પોલીસ સ્ટાફે 1000 વધુ નવા છોડનું આરોપણ કરી આગથળા પોલીસ સેવા સુરક્ષા અને શાંતિની સાથે સાથે પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન કરશે.
ગયા વર્ષે ૩૫૦૦ નવા વૃક્ષો વાવીને તેનું પણ જતન પોલીસ કરી રહી છે. પોલીસ કેમ્પસના બગીચામાં પંખીઓ માટે પાણી,ચણ અને માળાની વ્યવસ્થા કરેલ છે. જેથી સાચા અર્થમાં પર્યાવરણ અને માનવતાના કામ પણ આગથળા પોલીસ કરી રહી છે. આમ,હરિયાળા પોલીસ સ્ટેશનમાં આગથળા પોલીસ સ્ટેશનનું નામ જિલ્લામાં અવલ્લ ક્રમે છે.
ત્યારબાદ એસ.પી.દ્વારા પોલીસ દરબાર યોજી પોલીસને પડતી ફરજમાં અડચણો, નવા કાયદા વિશે તેમજ પોલીસની કોઈ પણ સમસ્યા હોય તેનું સ્થળ પર નિવારણ લાવવા એક ખાતાના વડા તરીકે મૈત્રી પૂર્વક સામાજીક, પારિવારિક રીતે પ્રશ્નો ઉકેલવા પોલીસ દરબાર યોજી પોલીસના પ્રશ્નોને સ્થળ પર જ હલ કરવાના પ્રયાસ કર્યા.
મોરાલ ગામની મુલાકાત: જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લાખણી તાલુકાના મોરાલ ગામની મુલાકાત પણ કરી ગ્રામજનોના પ્રશ્નોના નિવારણ, સુરક્ષા શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ આપની હંમેશા પડખે છે તેવી ગામલોકોને ખાતરી આપી હતી. તેમજ ગામ લોકોમાં પરસ્પર શાંતિ જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી હતી.