
અંબાજીમાં નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના વિધિ યોજાઈ
નવલા નોરતાનો આરંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો આજે માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. અંબાજી મંદિરમાં પ્રવેશવાના તમામ ગેટો પણ માઇભક્તોથી ઉભરાઈ ગયા છે. તો મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે. તો સાથે સાથે ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં ઘટ સ્થાપના વિધિ યોજવામાં આવી હતી.નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરમાં પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં સવારે ઘટ સ્થાપના વિધિ યોજાઇ હતી. અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપનાની શરૂઆત થઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી. તો ઝવેરા પણ વાવવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના અધિકારી સહિત મંદિરના પૂજારીઓ આ ઘટ સ્થાપના વિધિમાં જોડાયા હતા.
અંબાજી મંદિરમાં આજે ઘટ સ્થાપનામાં જિલ્લા કલેક્ટર પરિવાર સાથે પહોંચ્યા હતા. તો અંબાજી મંદિરના વહીવટદારે પણ આ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. માતાજીની આરતી સાથે વિધિવત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી.મા જગતજનની અંબાના મંદિરમાં પહેલે નોરતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંકને ક્યાંક મંદિરના મિસ મેનેજમેન્ટના લીધે દર્શનાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંબાજીના રેલીંગ અને મંદિરના અંદર પણ અમુક દર્શનાર્થીઓમાં મંદિરની વ્યવસ્થાઓને લઈ નારાજગી જોવા મળી હતી.