લાખણીના ગેળા શ્રીફળીયા હનુમાન મંદિરે ભાવિકોનો ભારે ઘસારો : દૂરદૂરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જગ વિખ્યાત ગેળાના શ્રીફળિયા હનુમાન મંદિરે જેઠ સુદ પૂનમને શનિવારે દૂરદૂરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

લોકવાયકા મુજબ એક તપસ્વી સંતના ઠપકા માત્રથી હનુમાન દાદાએ અહીં શ્રીફળનો આખે આખો પહાડ સર્જી દીધો છે. ભાવિકો શ્રીફળ રમતું મુક્તા આ પહાડ દિન પ્રતિદિન વિશાળ બનતો જાય છે. જે ‘સેલ્ફી ઝોન’ પુરવાર થયો છે. નવાઈની વાત એ છે કે આ શ્રીફળ ક્યારેય બગડતા કે ચોરાતા પણ નથી. તેથી આ પૌરાણિક આસ્થા સ્થાનક શ્રીફળીયા હનુમાન દાદાનું મંદિર અલૌકિક શ્રીફળના પહાડને લઈ જગ વિખ્યાત બન્યું છે. જ્યાં ભાવિક ભાઈ- બહેનો દૂરદૂરથી દાદાના દર્શનાર્થે આવે છે. પરંતુ શનિવારે દાદાના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. તેથી શનિવારે લોકમેળા જેવો માહોલ જામે છે.

શનિવાર અને જેઠ સુદ પૂનમનો યોગ સધાતા ભાવિકો દાદાની માનતા પુરી કરવા અને દર્શનાર્થે મોટી સંખ્યામાં દૂરદૂરથી ઉમટી પડ્યા હતા. તેથી નાનકડું ધામ માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું હતું.મંદિર ટ્રસ્ટ દ્વારા પણ યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.