
ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં ભક્તે 15 લાખ 5 હજારની 3 સોનાની લગડી દાન કરી
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ-વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માતાજીના ધામે અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. તો સાથે સાથે યથાશક્તિ માતાજીના મંદિરમાં સોના-ચાંદી દાગીના સહિત રોકડ રકમનું દાન પણ આપતા હોય છે.
આજે અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયો છે. ત્યારે આજે ભાદરવી પૂનમના દિવસે સોનાનું દાન અંબાજી મંદિરમાં આવ્યું છે. અંબાજી મંદિરમાં સોના-ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં અનેકો માઇભક્તો સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરતા હોય છે. આજે ભાદરવી પૂનમના દિવસે અંબાજી મંદિરમાં એક માઇભક્તે સોનાનું ગુપ્તદાન કર્યું હતું. સોનાનું દાન કરેલી કુલ લગડી 3 છે. જેનું કુલ વજન 250 ગ્રામ છે. દાન આવેલા સોનાની કુલ કિંમત 15 લાખ 5 હજાર છે. આજે મંદિરમાં માઇભક્તે સોનાનો દાન કર્યું હતું ત્યારે પોતાની ઓળખ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.