
દાંતા નજીક વશી માર્ગ ઉપર પ્રકરણ મામલે તંત્ર એક્શન મોડ ઉપર : છ દબાણદારોને નોટિસ કાર્યવાહી
રખેવાળ ન્યુઝ દાંતા : દાંતા વશી માર્ગ ઉપરની સરકારી જમીન ઉપર અતિક્રમણ અને ઘટાટોપ વૃક્ષઓને આગ ચંપી ના સમાચાર રખેવાળ દૈનિકમાં પ્રસિદ્ધ થતાંજ તંત્ર એક્શન મોડ ઉપર આવી જવા પામ્યું છે. જ્યાં છ દબાણ દારોને નોટિસ સહીત ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. દાંતા નજીક વશી માર્ગ ઉપરના રોડ ટચ જમીન ઉપર ઘટાટોપ વૃક્ષઓને નેસ્ત નાબૂદ કરવાનો પ્રયાસ સાથે અડીને આવેલ ડુંગરનું પણ ગેરકાયદેસર ખનન કરી અસ્તીત્વ મિટાવી દેવાના સમાચાર રખેવાળ દૈનિકમાં જનહિતાર્થે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેને લઈ વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે.મળતી વિગત મુજબ વશી ગ્રામ પંચાયત તલાટી સહીત રેવન્યુ સર્કલ સહીત ના કર્મચારીઓ ઘટના સ્થળે જાત માહિતી લઈ અને રોજ કામ કરવામાં આવ્યું હતું. દરમ્યાન છ ઈસમો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઉકરડા કર્યા હોવાનું બહાર આવવા પામ્યું છે જોકે આ અંગે છ ઈસમો વિરુદ્ધ નોટિસ કાર્યવાહી કરી હોવાનું વશી ગ્રામ પંચાયત તલાટી મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. જયારે લીલા વૃક્ષઓના નિકંદન અંગે વન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાની જાણ કરી હોવાનું વશી ગ્રામ પંચાયત સરપંચ સરદારભાઈ ડૂંગાઇચએ જણાવ્યું છે.
Tags Banaskantha danta