ડીસા ઓવરબ્રિજ પર જીપડાલાએ બાઈક ચાલક ને અડફેટે લેતા દંપતી ધાયલ થયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાવલ ગામ નુ દંપતી ને સંબંધી ના સમાચાર લઈને પરત ફરતા અકસ્માત સર્જાયો

ઓવર બ્રિજ પર અકસ્માત સર્જી જીપડાલા ચાલક નાસી છૂટયો : ડીસા ના ઓવરબ્રિજ પર બાઈક પર પાલનપુર થી સંબંધીના સમાચાર લઈ પરત ફરી રહેલા ડીસા તાલુકાના વડાવળ ગામના દંપતી ને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેમાં પત્નીને વધુ ઇજા થઈ હોવાથી પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ જીપડાલા ચાલક નાસી છૂટ્યો હતો.

ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ (મંત્રી મોમાઈ નગર દૂધ મંડળી) અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ બંને દંપતી પાલનપુર ખાતે હોસ્પિટલમાં સંબંધી ના ખબર કાઢી પરત ફરી રહ્યા  હતા તે દરમિયાન ડીસા ખાતે આવેલા ઓવરબ્રીજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને જોરદાર ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થતા 108 ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં સોમાભાઈ પ્રજાપતિ ની પત્ની ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અકસ્માત બાદ જીપચાલક નાસી છૂટ્યો હતો.આ અંગે પોલીસે સોમાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.