રસાણા નર્સિંગ કોલેજમાં સુવિધાઓ મામલે વિધાર્થીઓ સાથે એનએસયુઆઈની રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના રસાણા ગામ પાસે આવેલ નર્સિંગ કોલેજમાં ત્રણસોથી વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના અભાવે છાત્રો હાલાકી ભોગવી રહ્યા છે આ સિવાય સંચાલક મંડળ દ્વારા છાત્રો પાસેથી ટ્રાન્સપોર્ટેશનની ફી પણ એડવાન્સમાં લેવામાં આવી હતી છતાં પણ વિધાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જે મામલે વિધાર્થીઓના સમર્થનમાં એનએસયુઆઈના કાર્યકરો કોલેજ ખાતે પહોંચ્યા હતા અને વિધાર્થીઓના પ્રશ્નો બાબતે સંચાલક મંડળને રજુઆત કરી હતી. જાેકે ત્યારબાદ એકપણ શિક્ષક વિધાર્થીઓને ભણાવવા માટે આવ્યા ન હતા જેના પગલે વિધાર્થીઓના અભ્યાસક્રમ ઉપર માઠી અસર થવા પામી છે. તેથી કંટાળેલા વિધાર્થીઓકોલેજ આગળ જ ઘરણા ઉપર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતાં ટ્રસ્ટીઓ કોલેજ ખાતે દોડી આવ્યા હતા.જ્યાં વિધાર્થીઓની ઉગ્ર રજુઆતથી કોલેજના ટ્રસ્ટીગણ અને વિધાર્થીઓ આમને સામને આવી જતા કલાકો સુધી રકજક ચાલી હતી. બાદમાં ટ્રસ્ટીઓએ એક બે દિવસમાં સુવિધાઓ આપવાની બાંયેધરી આપતા વિધાર્થીઓ શાંત પડતા મામલો થાળે પડ્યો હતો. આ બાબતે કોલેજના ટ્રસ્ટી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે વિધાર્થીઓએ જે રજુઆત કરી છે તે સામાન્ય છે અમે એક બે દિવસમાં તેનું નિરાકરણ લાવી આપીશુ. જ્યારે વિધાર્થીઓની રજુઆત મુજબ કેટલાક શિક્ષકો નારાજ છે તેમની પણ નારાજગી દૂર કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.