‘હવે દૈનિક ૨૫ લિટર દૂધ આપતી કાંકરેજી ગાય સાચા અર્થમાં કામધેનુ સાબિત થશે’

બનાસકાંઠા
બનાસકાંઠા 229

એશિયાની સૌથી મોટી બનાસડેરીએ ભારતમાં સૌ પ્રથમ વાર કહી શકાય તેવી દેશી ગાયોની ઓલાદ સુધારણા માટે ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિ (એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી) નો દિયોદર તાલુકામાં આવેલા તેના રૈયા પશુસુધારણા ફાર્મ ખાતેથી ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો.બનાસ ડેરીએ બનાસકાંઠાની આગવી ઓળખ ધરાવતી કાંકરેજી ગાયનું સંવર્ધન થાય અને મહત્તમ દૂધ આપતી થાય તે માટે હાલમાં જે કાંકરેજી ગાયો વધુ દૂધ આપી રહી છે તેના અંડપિંડમાંથી અંડકોષ લઈને ઉચ્ચ ઓલાદના કાંકરેજી નંદીના બીજ સાથે ફલીનીકરણ કરીને લેબોરેટરીમાં તેનો ગર્ભ તૈયાર કરી ઓછું દૂધ આપતી ગાયમાં તે ગર્ભનો વૈજ્ઞાનિક ઢબે પ્રત્યારોપણ કરીને દૈનિક ૨૫ લિટર દૂધ આપતી કાંકરેજી ગાયની વાછરડી પેદા કરવાનો મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે તે અંતર્ગત આવી પાંચ ગાયોને દ્ગડ્ઢડ્ઢમ્ આણંદ મોકલીને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવતાં ગર્ભને રૈયા ખાતે લાવીને દ્ગડ્ઢડ્ઢમ્ના નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા તેનું ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. હવે આવા ગર્ભ પ્રત્યારોપણ બાદ જન્મેલી કાંકરેજી વાછરડી મોટી થતા દૈનિક ૨૫ લિટર જેટલું દૂધ આપશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજદિન સુધી એચ.એફ ગાય માં આવો પ્રયોગ થતો હતો પરંતુ દેશી ગાયોમાં આ પ્રમાણેનો સફળ પ્રયોગ ભારતભરમાં સૌ પ્રથમવાર બનાસ ડેરીએ બનાસની આગવી ઓળખ સમી કાંકરેજી ગાય પર કરતાં આપણી દેશી કાંકરેજી ગાય ૨૫ લિટર દૂધ આપતી ગાય થશે જે સાચા અર્થમાં કામધેનુ સાબિત થશે પરિણામે પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.